‘સામયિકી’: અગ્રણી ગુજરાતી સામયિકોના તંત્રી/સંપાદકો સાથેના વાર્તાલાપ 

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થતું સાહિત્યિક માસિક ‘શબ્દસૃષ્ટિ’ ગુજરાતી સામયિકો પૈકી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. મે ૨૦૧૭થી એનું તંત્રીપદ સંભાળતા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકાર અને પત્રકાર પદ્મશ્રી ડો વિષ્ણુ પંડ્યાએ આ મુલાકાતમાં સામાયિકના સંપાદન ઉપરાંત, પોતાની પત્રકારત્વથી પદ્મશ્રી સુધીની યાત્રા અને હાલ ચાલી રહેલા સ્વાયત્ત અકાદમી અંગેના વિવાદ વિષે પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં છે. 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમદાવાદના ‘સાર્થક પ્રકાશન’ દ્વારા છેલ્લાં ત્રણેક વર્ષથી પ્રસિદ્ધ થતું અર્ધ-વાર્ષિક ‘સાર્થક જલસો’ એમાં આવરી લેવાતી વાંચન સામગ્રીથી એક અનોખી ભાત પાડનારું સામયિક છે. ઈન્ટરનેટ આવૃત્તિ તેમજ છાપેલી આવૃત્તિ તરીકે ઉપલબ્ધ આ સામયિકના સંપાદકો ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. એના સંપાદક-મંડળના ઉર્વીશ કોઠારી સાથેની ચર્ચા…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

‘અખંડ આનંદ’ એ ગુજરાતની બે-ત્રણ પેઢીઓનું સંસ્કાર ઘડતર કરનાર સત્વશીલ સામયિક છે જેના વાચકોની સંખ્યા આજે દેશ કરતાં વિદેશોમાં મોટી છે. અમદાવાદના પ્રકાશ લાલા ‘અખંડ આનંદ’ ના સહ-સંપાદક છે અને લેખક છે.  તેમની સાથેનો આ વાર્તાલાપ એમના માસિકનું પોત, એનું ધ્યેય અને એના સંપાદનમાં એમની  ભૂમિકા જેવા મુદ્દાઓ આવરે લે છે. 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

13603412_631399627036278_8817761278528216505_o ‘સ્વરસેતુ ન્યુઝ ડાયજેસ્ટ’ એ ગુજરાતી ભાષામાં પ્રગટ થતું એકમાત્ર સંગીતલક્ષી સામયિક છે. એનું પ્રકાશન ગુજરાતી સંગીતની ખ્યાતનામ મુનશી સ્વરત્રિપુટી દ્વારા થાય છે. પ્રસિદ્ધ ગાયક-સ્વરકાર સૌમિલ મુનશી એનું તંત્રીપદ સંભાળે છે. પ્રસ્તુત વાર્તાલાપમાં તેમણે ‘સ્વરસેતુ’ની શરૂઆત અને એની વિકાસયાત્રા વિષે નિખાલસતાથી ચર્ચા કરી છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

babu suthar અમેરિકાથી પ્રગટ થતું ‘સંધિ’ ત્રૈમાસિક એ સામાન્ય ગુજરાતી સામયિકો કરતાં જુદું છે, કારણકે એ લોકપ્રિય કૃતિઓ પ્રગટ કરવાથી દૂર રહે છે. એના તંત્રી-સંપાદક ડો બાબુ સુથાર પ્રતિષ્ઠિત શિક્ષણકાર, લેખક, અને ભાષાશાસ્ત્રી છે અને પેન્સીલવેનિય વિશ્વવિદ્યાલયમાં અધ્યાપન કરી હવે પાલો-આલ્ટોમાં વસે છે. ‘સંધિ’ના સંપાદન વિષે તેમની સાથે કરેલો આ રોચક વાર્તાલાપ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

madhu thakar-2 છેલ્લાં પાંચેક વર્ષથી પ્રગટ થતું એકમાત્ર ગુજરાતી વર્તામાસિક, ‘મમતા’ એ ન્યુ જર્સી નિવાસી પ્રખર વાર્તાકાર મધુ રાયનું માનસ-સંતાન છે. એકલપંડે વિદેશમાં રહીને ગુજરાતી સામયિકનું સંપાદન કરવાના સ્વાનુભવ વિષે પોતાની આગવી શૈલીમાં વાર્તાલાપ કરતા આપણા અગ્રિમ સર્જક, મધુ રાય…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Photo0484 પંચાવન વર્ષની આયુ વટાવી ચૂકેલું ભારતીય વિદ્યાભવનનું ગુજરાતી માસિક ‘નવનીત-સમર્પણ’ ગુજરાતી સામયિકોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. મુંબઈસ્થિત દીપક દોશી, છેલ્લાં પચીસેક વર્ષથી નવનીત-સમર્પણના સંપાદક તરીકે કાર્યરત છે. પ્રસ્તુત વાર્તાલાપમાં ગુજરાતી સંસ્કારિતાનું સિંચન કરવામાં તેમના પ્રકાશનની ભૂમિકા વિષે તેમણે વિષદ ચર્ચા કરી છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 bharat ghelani ગુજરાતી ભાષાના સૌથી વધુ લોકપ્રિય સામયિકો પૈકી સ્થાન પામેલ ‘ચિત્રલેખા’ આજે દુનિયાના લગભગ દરેક ખૂણે પહોંચે છે. સાઠ વર્ષની ‘ચિત્રલેખા’ની વિકાસયાત્રામાં છેલ્લાં તેર વર્ષથી સામયિકનું તંત્રીપદ સંભાળતા મુંબઈના ભરત ઘેલાણી સાથેનો આ વાર્તાલાપ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 yogesh joshi  ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદનું મુખપત્ર, અને આપણી ભાષાનું અગ્રણી સાહિત્યલક્ષી માસિક ‘પરબ’  પ્રતિમાસ પ્રગટ થાય છે. ‘પરબ’ ના ઈતિહાસ વિષે અને એમાં સમાવવામાં આવતી કૃતિઓ તેમજ પોતાની તંત્રી તરીકેની ભૂમિકા વિષે ‘પરબ’ના તંત્રી અને સુખ્યાત સર્જક યોગેશ જોષી સાથે કરેલી ગોષ્ઠી.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

nandini trivedi  મુંબઈથી પ્રકાશિત થતું ‘મારી સહેલી’, ગુજરાતી ભાષાનું એકમાત્ર સ્ત્રીલક્ષી સામાયિક છે. ૨૦૧૫માં એ શરુ થયું ત્યારથી એના પ્રથમ તંત્રી બનેલાં નંદિની ત્રિવેદી એક અનુભવી પત્રકાર, લેખિકા અને સંગીતનાં જાણકાર છે. એમની સાથેનો આ સંવાદ તેમના સામાયિક વિષેની વિગતો અને ગુજરાતી નારીનું તેમનું દર્શન રજૂ કરે છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 12642527_935653226483414_8525924360463758610_n  બાણું વર્ષની જીવનયાત્રા વટાવી ચૂકેલું ‘કુમાર’ માસિક આજે ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં સામયિકોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. એના તંત્રી તે ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠ લેખક-કવિ-વિવેચક ધીરુભાઈ પરીખ. આ મુલાકાતમાં તેમણે ‘કુમાર’ ની ઐતિહાસિક વિગતોથી માંડીને તેની આજ અને આવતીકાલ વિષે ચર્ચા કરી છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

prakash n shah ગુજરાતી વિચારપત્ર ‘નિરીક્ષક’ એ અમદાવાદથી પ્રગટ થતું એવું પાક્ષિક છે, જેના ઇતિહાસ સાથે ગુજરાતના જાહેરજીવનના અનેક અગ્રિમ નામ સંકળાયેલાં છે. ‘નિરીક્ષક’નું સુકાન સંભાળી રહેલા પત્રકાર, કટાર-લેખક, સંપાદક, પ્રકાશ ન. શાહ ગુજરાતના જાહેરજીવનની એક અડીખમ સંસ્થા છે. પ્રસ્તુત વાર્તાલાપમાં એમની વિલક્ષણ વિનોદવૃત્તિ, ભાષા-વિનિયોગની એમની ખાસિયત અને એક પીઢ રાજ્યશાસ્ત્રી તથા સંપાદકની સૂઝ વર્તાય છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

img-20161124-wa0013 ‘શબ્દસર’ એ પ્રમાણમાં એક નવું ગુજરાતી માસિક છે, જે અમદાવાદથી પ્રગટ થાય છે. છેલ્લાં પંદરેક વર્ષથી એનું પ્રકાશન થઇ રહ્યું છે અને બે-એક વર્ષ ઉપર એ નવા રૂપે-રંગે, નવી સંપાદકીય ટીમ સાથે નવોન્મેષ પામ્યું. ‘શબ્દસર’ના તંત્રી ડો કિશોરસિંહ સોલંકી એક પ્રસિદ્ધ લેખક છે, ઉપરાંત કોલેજના આચાર્ય છે અને સમાજજીવન તથા રાજકારણમાં પણ સક્રિય રહ્યા છે.